પંચમહાલ જીલ્લામાં પાછલા દિવસોથી આકાશમાંથી જાણે અગનગોળા વરસી રહ્યા હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે.ગરમીની સૌથી વધારે અસર દૂધાળા પશૂઓ પર પડી રહી છે. ગ્રામીણ વિસ્તારમાં પણ ઉનાળો આવતા પાણીના પોકારો જોવા મળતા હોય છે. શહેરા તાલુકાના પુર્વપટ્ટી વિસ્તારમાં પિયત માટે કોઈ વ્યવસ્થા ન હોવાથી વરસાદ અથવા તેના થકી ભરાતા તળાવો,કોતર સહિતના જળસ્રોતો પર આધાર રાખવો પડે છે.
પરંતૂ આ વર્ષે શહેરા તાલૂકામાં વરસાદ ઓછો પડ્યો હોવા છતા સિંચાઇ તળાવો કે કોતરો પરના ચેકડેમોમાં પણ વધારે પાણીનો સંગ્રહ થયો નથી. ઉનાળાની શરૂઆત થતા પહેલા જ તળાવો ખાલીખમ જોવા મળી રહ્યા છે.શહેરા તાલૂકામાં આવેલા ઘણા તળાવો ખાલીખમ જોવા મળી રહ્યા છે.સાથે વધારે પ્રમાણમાં પશુઓ હાલત વધારે બની છે.હાલમાં ઘાસચારાની અછત હોવાને કારણે પશુઓ પણ આમતેમ છૂટાછવાયા ચરી રહ્યા છે.વધૂમા તળાવોમાંનુ પાણી તેમની તરસ છીપાવતૂ હતૂ.પણ હાલમાં તળાવોમાં પાણી ખાલીખમ જોવા મળી રહ્યૂ છે