બનાસકાંઠા વડગામ બરોડા બેંકમાં સોસિંયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડયા હતા. લોકો માસ્ક વગર અને સોસિંયલ ડિસ્ટન્સ ભંગ કરતા જોવા મળ્યા હતા. મળતી વિગત અનુસાર વડગામ ખાતે કોરોના પોઝિટિવ એક્ટીવ કેશ બે અને તાલુકામા 6 કેશ આવ્યા છતાં સોસિંયલ ડિસ્ટન્સનો ભંગ જોવા મળ્યો હતો. વડગામ બરોડા બેંકમાં અધિકારીઓમાં કોરોના ગાઈડ લાઈનનો અભાવ જોવા મળ્યો હતો. ત્યારે ગુજરાતમાં વધતા જતા કેસોના કારણે ગામડાઓ ક્યાક અસુરક્ષિત રહે તો નવાઈ નહીં.
આપને જણાવી દઈએ કે, રાજ્યમાં કુલ સંક્રમિત કેસની સંખ્યા 315566 થઈ ગઈ છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 14 હજારને પાર નજીક પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 14298 પર પહોંચ્યો છે. જેમાંથી 161 લોકો વેન્ટિલેટર પર અને 14137 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 94.03 ટકા છે.