બનાસકાંઠા જિલ્લાના વડગામના સમશેરપુરા ગામમાં ચંદનચોર ટોળકી 13 ચંદનના વૃક્ષોની ચોરી કરી 18 વૃક્ષો કાપીનેતરખાટ મચાવી ફરાર થઈ જતાં ખેડૂતોએ ચંદનના વૃક્ષોની ચોરી મામલે વડગામ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.. ઉત્તરગુજરાતમાં ચંદનના વૃક્ષોની ચોરી કરતી ટોળકી સક્રિય થઈ છે ,ઇડર સહિતના પંથકમાં ચંદનના વૃક્ષોની ચોરી થયા બાદ હવેબનાસકાંઠાના વડગામના સમશેરપુરા ગામે ચંદન ચોર ટોળકીએ તરખાટ મચાવ્યો છે , રાત્રીના સમયે સમશેરપુરા ગામના 6 ખેડૂતોના ખેતરમાં ઉભેલા 25 વર્ષ જુના ચંદનના 13 વૃક્ષોના થડ આશરે 10 થી 12 ફૂટ લંબાઈના કટિંગ કરી તેની ચોરી કરી તેમજ 18 વૃક્ષોને કાપીને નુકશાન પહોંચાડી ચંદન ચોર તસ્કરો ફરાર થઈ ગયા છે
જેને લઈને ખેડૂતોને 25લાખ રૂપિયાનુંમસમોટું નુકસાન પહોંચ્યું છે.જેને લઈને ખેડૂતોએ વડગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે ખેડૂતોનું કહેવું છે કે અમે અમારાખેતરોમાં 25 વર્ષ પહેલાં ચંદનના છોડનું વાવેતર કર્યું હતું જે છોડ હાલ મોટા વૃક્ષો બની ગયા હતા જે તમામ વૃક્ષોનું અમેઅમારા બાળકની જેમ જતન કર્યું હતું પણ કોઈ અજાણ્યા તસ્કરોએ આ વૃક્ષોને કાપીને ચોરી કરી ફરાર થઈ ગયા છે જેથી અમને મોટું નુકસાન થયું છે અમારી માંગ છે કે પોલીસ આ ચંદન ચોર ટોળકીને ઝડપી પાડે.અને એમને વળતર ચૂકવાય..