રાજ્ય ભરમાં જાણે ચોરો બેફામ બન્યા હોય તેવી સ્થિતિ નિર્માણ થવા પામી છે. રોજે અનેક જગ્યાએ ચોરી થવાની ઘટનાઓ બની રહી છે. લોકો બહાર જતાં ડરી રહ્યા છે. ઘર એકલું મૂકીને જતાં લોકોને ડર લાગી રહ્યો છે. ચોરી અને લૂટ કરતી ગેંગ કે ઇસમોને જાણે પોલીસ કે કાયદાનો ભય ર્હયાઓ નથી તેવી રીતે ધોળા દિવસે પણ સરાજાહેર ચોરી કરવામાં આવી રહી છે.
ત્યારે બનાસકાંઠાના દિયોદર માં તસ્કરો બેફામ બન્યા છે. બંસીધર અને મુરલીધર સોસાયટી માં ચોરી નો બનાવ બન્યો છે. રાત્રી ના સમય નવરાત્રી નો લાભ લઇ તસ્કરો એ બંધ મકાન ને નિશાન બનાવ્યા હતા. રહીશો આઠમ હોવાથી પોતાના વતન ગયા અને તસ્કરો એ કર્યો હાથ ફેરો કર્યો હતો. ચોરી ના બનાવ ને લઈ રહીશો માં ફફડાટ જોવા મળી રહ્યો છે. દિયોદર માં વધતા જતા ચોરી ના બનાવ ને લઈ રહીશો માં ફફડાટ જોવા મળ્યો છે. એકજ રાતમાં 5 થી વધુ મકાન તસ્કરો એ નિશાન બનાવ્યા હતા.