ડીસા શહેરમાં છેલ્લા ચાર દિવસથી અવિરત પડી રહેલા વરસાદને પગલે શહેરના જોખમનગર વિસ્તારમાં એક મકાન ધરાસાઇ થઈ ગયું છે. ગનીમતે આ દૂરઘટનમાં કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ મકાન માલિકના માથેથી છત જતી રહેતા લોકોની હાલત કફોડી બની ગઈ છે. મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા મફાભાઈ રાવળ સાંજે જ્યારે ડીસામાં ધોધમાર વરસાદ વરસતો હતો તે દરમ્યાન તેમના મકાનની ઓસરીમાં બેઠેલા હતા અને તે સમયે અચાનક વરસાદના લીધે તેમના મકાનની ઓસરીનો ભાગ ધરસાઇ થઈ જતાં આ પરિવારના સભ્યોમાં ચાલુ વરસાદે દોડાદોડ મચી ગઈ હતી. ગનીમતે આ મકાન ધરસાઇ થયું ત્યારે દીવાલ બહારની દિશામાં ઢળી પડી હતી. જેના લીધે મકાનમાં રહેલા પરિવારના સભ્યોને બચવા માટે પૂરતો સમય મળી ગયો હતો. પરંતુ દીવાલ ધરાસાઈ થયા બાદ જોતજોતામાં આખી મકાનની છતાં પણ પડી ગઈ હતી અને બાજુમાં આવેલા તેમના મકાનની દીવાલને પણ વ્યાપક નુકશાન પહોંચ્યું હતું. મકાન ધરાસાઈ થઈ જતાં બેઘર બની ગયેલો પરિવાર અત્યારે તેની બાજુમાં જ આવેલા અન્ય એક ઓરડામાં શરણ મેળવી રહ્યો છે. પરંતુ તે ઓરડો પણ જર્જરિત છે અને તેને ટેકાના આધારે બચાવીને રાખેલો છે. મકાન ધરાસાઈ થતાં બેઘર બનેલા મફાભાઈ રાવળે સરકાર સમક્ષ મદદની ગુહાર લગાવી છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -