બનાસકાંઠા જિલ્લાના પાલનપુર હેડ પોસ્ટ ઓફિસના ઉચાપતના કેસમાં પોસ્ટલ આસિસ્ટન્ટ ને બરતરફ કરવામાં આવ્યા છે.બનાસકાંઠા જિલ્લાના પાલનપુર હેડ ઓફિસનાં પોસ્ટલ આસિસ્ટન્ટ કુમારી લીલા જી. રાણાને બરતરફ કરવામાં આવ્યા છે. વર્ષ-૨૦૧૮-૨૦૧૯ દરમિયાન પોસ્ટલ જીવન વીમા અને ગ્રામીણ ટપાલ જીવન વીમાના કામમાં ફરજ દરમિયાન ઉચાપત કરી હતી.
પોસ્ટલ આસિસ્ટન્ટ લીલા રાણાએ ગ્રાહકોના નાણાં સીસ્ટમમાં જમા કર્યા અને ત્યારબાદ તે રસીદને કેન્સલ કરી લાખો રૂપિયાસરકાર ખાતે જમા ન કરતાં પોતાના અંગત ખર્ચ અને ઉપયોગમાં લઇ સરકારી નાણાંની ઉચાપત કરી હતી. ખાતાકીય તપાસમાંગુનેગાર સાબિત થતાં અધિક્ષક ડાકઘર, બનાસકાંઠા દ્વારા તેમને ફરજ પરથી કાયમી ધોરણે બરતરફ કરવામાં આવ્યા હતા.