પશ્ચિમ રેલવે દ્વારા સાબરમતી-ભગત કી કોઠી વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવાશે. તા.૮ ઓક્ટોબરના રોજ શુભારંભના રૂપમાં સવારે ૯ઃ૩૦ કલાકે ભગત કી કોઠીથી ઉપડીને સાંજે ૬ઃ૩૫ કલાકે સાબરમતી પહોંચશે.પરતમાં રાત્રે ૯ વાગ્યે ટ્રેન ઉપડશે જે બીજા દિવસે સવારે ૬ઃ૫૫ કલાકે ભગત કી કોઠી પહોંચશે.નિયમિત સેવાના ભાગરૂપે આ ટ્રેનને ૧૦ ઓક્ટોબરથી દર સોમ, મેગળ, ગુરૂ, શુક્ર અને શનિવારે સાંજે સાંજે ૧૭ઃ૨૦ કલાકે ઉપડશે. જે રાત્રે ૩ઃ૧૦ કલાકે ભગત કી કોઠી પહોંચશે. અને સવારે ૫ વાગ્યે ત્યાંથી ઉપડીને બપોરે ૧૩ઃ૫૫ કલાકે સાબરમતી પહોંચશે. ટ્રેન બંને દિશામાં બુધવારે અને રવિવારે નહી દોડે.અમદાવાદ વિભાગમાં ભિલડી-સામખિયાલી રેલખંડમાં જસાલી-ધનકવાડા-દિયોદર સ્ટેશન વચ્ચે ટ્રેક ડબલિંગનું કામ ચાલી રહ્યું છે. તેથી ૭ ઓક્ટોબરથી ૧૨ ઓક્ટોબર સુધી કેટલીક ટ્રેનોનું સંચાલન ખોરવાશે.તા.૯ થી ૧૨ ઓક્ટોબર સુધી ભુજ-પાલનપુર, પાલનપુર-ગાંધીધામ, પાલનપુર-ભુજ, ગાંધીધામ-જોધપુર સંપૂર્ણ રદ રહેશે. ૧૨ ઓક્ટોબર સુધી દાદર-ભુજ-દાદર એક્સપ્રેસ વાયા અમદાવાદ-વિરમગામ-ધ્રાંગધ્રા-સામાખિયાલી થઇને દોડાવાશે. તા.૮ થી ૧૧ ઓક્ટોબર સુધી જોધપુર-ગાંધીધામ રદ રહેશે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -