ગુજરાત રાજ્યના કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત બનાસકાંઠા જિલ્લાના પ્રવાસે આવ્યા છે ત્યારે સામાજિક સંગઠનક્ષત્રિય એકતા યાત્રા સંદર્ભે તમામ તાલુકા મથકો પર સમાજના અગ્રણીઓને મળી એકતા અંગે ચર્ચા વિચારણા કરી જિલ્લાનોપ્રવાસ શરૂ કર્યો ત્યારે આ ચૂંટણીના વર્ષમાં રાજ શેખાવતના થરાદ તાલુકાના ભોરલ,પિલુડા સહિત ના ગામોના પ્રવાસથીરાજનીતિમાં હલચલ વધારી હતી જેમાં કરણી સેના દ્વાર ગુજરાતના દરેક જિલ્લા તાલુકા મથક અને ગામડા સુધી અઠવાડિયામાં 2 દિવસ દરેક વિસ્તારમાં પ્રવાસ કાર્યક્રમ યોજી સમાજમાં પડેલા ભાગલા ફાટા દૂર કરવા સંગઠન મજબૂત બનેશિક્ષણ રોજગારી સહિત મુદ્દે સંગઠન આગળ આવશે ગામડે ગામડે સમાજ નો વિકાસ થશે ત્યારે થરાદ તાલુકાના કરણીસેનાના પ્રવાસમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા
રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના ઉપાધ્યક્ષ રાજ શેખાવતે આ અંગે જણાવ્યું હતું કે આચૂંટણીલક્ષી પ્રવાસ નથી. અમારો 6 મહિનાથી પ્રવાસ ચાલી રહ્યો છે. પરંતુ આ પ્રવાસના માધ્યમથી વિધાનસભા વિસ્તારમાંજ્યાં જ્યાં ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ છે, ત્યાં સમાજના લોકોને ટીકીટ મળે, સમાજના લોકો રાજકીય રીતે આગળ આવે અનેસમાજના ઉમેદવારો વિજયી બને તે અંગેનું માર્ગદર્શન આપવા અમે આવ્યા છીએ અમારા ક્ષત્રિય સમાજના ઉમેદવારો જ્યાંજ્યાં ઉભા રહેશે ત્યાં અમે તેમની સાથે ખભો મિલાવી ચાલીશું. જ્યાં-જ્યાં ક્ષત્રિયોનું પ્રભુત્વ છે ત્યાં અમને ટીકીટો જોઈએ જ છે. જ્યાં જ્યાં ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ છે, ત્યાં ટીકીટ નહિ અપાય તો ક્ષત્રિય સમાજના ઉમેદવારો નિષ્પક્ષ લડશે