બનાસકાંઠા LCBએ માવસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દારૂની 4668 બોટલો ઝડપી પાડી હતી.પોલીસે 6 લાખથી વધુનો દારૂ મળી કુલ 20 લાખથી વધુનો મુદ્દામાલ માવસરી પોલીસ ને સોપીકાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠા LCBની ટીમ માવસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાંહતી. આ દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકત મળી હતી કે, માંડલીથી એક પીક-અપ ડાલુમાંભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી આવી રહી છે. જે બાતમી હકીકત આધારે ચોથાનેસડાસુઈગામ ગામ પાસે પોલીસની ટીમ વોચમાં હતી. આ દરમિયાન બાતમી હકીકતવાળું પીક-અપ ડાલુ આવતાં રોકવા ઈશારો કરતા સુઈગામ કસ્ટમ રોડ તરફ તેઓએ ગાડી ભગાડી મુકી હતી.
જેથીપોલીસે પીછો કરી પીક-અપ ડાલુ તથા પાયલોટીંગ કરનાર સ્કોર્પિયો ગાડીને પકડી પાડી હતી.જેની તલાસી લેતા ભારતીય બનાવટનો વિદેશી દારૂની 4668 બોટલો મળી આવી હતી. જેથીપોલીસે 6,0,1380નો દારૂ તથા પીક-અપ ડાલુ, સ્કોર્પિયો ગાડી સહીત કુલ 20 લાખ 1 હજાર 380રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ ગાડીનો ચાલક મુકેશભાઈ જાતે રાજપૂત રહે ચારડા તા.થરાદ તથા પ્રેમાભાઈ જાતે રાજપૂત રહે ઈઢાટા તા. થરાદ નાસી જતા તેના વિરુદ્ધમાં પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી માવસરી પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.