બનાસકાંઠા જિલ્લાની બોર્ડર પર અવાર નવાર દારૂ ઝડપાતો હોય છે છતાં બેફામ બનેલા બુટલેગરો કોઇને કોઇ નવા કીમિયા કરી ગુજરાતમાં દારૂ ઘુસેડવાના પ્રયાસો કરતા હોય છે, પરંતુ બનાસકાંઠા જિલ્લા પોલીસની સતર્કતાના લીધે બુટલેગરોના કીમિયા નિષ્ફળ નિવડતા હોય છે. ત્યારે એલ.સી.બીની પાલનપુર પોલીસે ડીસા તરફથી પાલનપુર જતી એક ટ્રક દ્વારા લવાતો દારૂ ઝડપી પાડ્યો છે. જેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ કુલ મુદ્દામાલ. રૂ,13,31,830 સાથે બે ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે.મળતી માહિતી મુજબ હેડ.કોન્સ્ટેબલ યશવંતસિંહ સહિતનો સ્ટાફ ગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી બાતમીના આધારે ડીસા તરફથી એક ટ્રક ગાડી નંબર Rj-19-GA-5826માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી પાલનપુર તરફ જતી હતી
ત્યારે મોટા હાઇવે રોડ પાસે આ ટ્રક ગાડી પકડી પાડી ટ્રકમાં તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. ત્યારે પોલીસે દારૂની બોટલ નંગ-654, મોબાઈલ, રોકડ 4830, ટ્રક ગાડી એમ કુલ કિ.રૂ.13,31,830 ના મુદ્દામાલ સાથે ગાડી ચાલક હનુમાનરામ ભીખારામ જાટ, વાઘારામ રાઉરામ જાટને પકડી પાડી તેમજ રાહુલ જયસિંહ બિશ્નોઈ વિરુદ્ધમાં પ્રોહીબીશન એક્ટ મુજબ ગઢ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.