બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઈરસની ગંભીર મહામારી ચાલી રહી છે. જેમાં દિન પ્રતિદિન કેસોમાં સતત વધારો થઈ રહો છે. જેમાં દિયોદર આરોગ્ય વિભાગ અને દિયોદરના દાતાના સહયોગથી કોવિડ 19 હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે જેમાં દિયોદરમાં કોરોના વાઈરસના સંક્રમિત થતા દર્દીઓને દિયોદર રેફરેલ હોસ્પિટલ ખાતે કોવિડ 19 હોસ્પિટલમાં સેવા આપવામાં આવી રહી છે,.એક બાજુ દર્દીઓને ઓક્સીજનના અભાવના કારણે મુશ્કેલી વેઠવી રહ્યા છે
જેમાં દિયોદર ખાતે પણ 7 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના સ્ટાફની મદદ લેવામાં આવી રહી છે. આ બાબતે દિયોદર બ્લોક હેલ્થ ઓફિસર બ્રિજેશ વ્યાસે જણાવ્યું હતું કે આઈ સી યુમાં દાખલ કરવા પડે તેવા દર્દીઓને પાલનપુરમાં જગ્યા ન મળતી હોય ત્યારે દર્દીની કફોડી સ્થિતિ થાય છે. ત્યારે હોલ્ડિંગ ટાઈમ પૂરતું દર્દીને જ્યાં સુધી જગ્યા ના મળે ત્યાં સુધી સતત ઓક્સીજન મળી રહે તે માટે તાત્કાલિક 10 બેડની કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જો કે બીજી તરફ દિયોદર શહેર અને ગ્રામીણ વિસ્તારમાં પણ સતત કોરોના વાઈરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે જેમાં અત્યાર સુધી 4 દિવસ માં 4 લોકો એ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે ત્યારે હવે સાવચેતી જરૂરી છે.