છેલ્લા ઘણા સમયથી ચોરી અને લૂંટના બનાવો સામે આવી રહ્યા છે. રોજે કોઈને કોઈ જગ્યાએ ચોરી અને લૂંટના બનાવી બની રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં ચોરીનો શીલશીલો યથાવત છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ માં આવેલા શેણલ મા ના મંદિરે ધોળા દિવસે ચોરી કરનાર ચોર 33 દિવસે ફરીથી પકડાયો છે.
થરાદ શેણલ માતાજીની નાક ની નથ ચોરી નો બનાવ બાદ એજ ચોરે ફરીથી રેફરલ હોસ્પિટલમાં મોબાઇલ ચોરી કરતા ઝડપાયો હતો. ચોર ચોરી કરી ભાગી ગયા ના કલાકમાં શેણલ નગર ના યુવાનો એ ચોરને પકડી પાડયો હતો. એજ ચોર આજે ફરીથી થરાદ રેફરલ હોસ્પિટલમાં ધોળા દિવસે મોબાઇલ ચોરતા પકડાયપ હતો. ચોર ઈસમને પકડી ને લોકોએ બીજી વખત પોલીસને હવાલે કર્યો છે. ચોરી કરનાર યુવક રાજસ્થાનનો માજીરાણાનો હોવાનું જણાવી રહ્યો હતો,