બનાસકાંઠા જીલ્લાના દાંતા તાલુકાના પહાડી વિસ્તારમાં આવેલા પીપળાવાળીવાવના જંગલ માં લાશ મળી આવી છે…શંકરભાઈ કોદરવી ત્રણ-ચાર દિવસથી ગુમ હતા ત્યારે તેમની કોઈ ભાળ ન મળતા તેમના પરિવારજનોએ શોધખોળ આદરી હતી જેમાં આજે પીપળાવાળી વાવના જંગલમાંથી લાશ મળી આવી છે. આ લાશ એક પથ્થર પાસે થી મળી આવી છે ત્યારે અગમ્ય કારણોસર પગ લપસી જવાથી પથ્થર ના ઈજા થવાથી મૃત્યુ થયું હોવાની ચર્ચાચાલી રહી છે. તો બીજી બાજુ સ્થાનીકોએ લાશ જોતા પોલીસને જાણ કરવામાં આવી છે અને પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને લાશ ને પીએમ અર્થે દાંતા ખસેડવામાં આવી છે ત્યારે પીએમ બાદ જ મૃત્યુનું સાચું કારણ જાણવામાં મળશે…
