સમાજમાં દીકરી અને દિકરા વચ્ચેની અસમાનતા દૂર કરવા માટે સરકાર, સામાજિક સંસ્થાઓ અને સેવાભાવી લોકો દ્વારા બેટી બચાવો…બેટી વધાવો અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે પરિવારમાં દીકરીઓના જન્મને પણ હર્ષોલ્લાસથી વધાવવામાં આવી રહ્યો છે. જ્યાં પાલનપુર તાલુકાના વાસણા ગામે રહેતા ડાહ્યાભાઈ શેખલીયાના સૌથી નાના પુત્રને ત્યાં દીકરીનો જન્મ થતાં તેમના પુત્ર સચિન શેખલીયા ઘરે દીકરીના પગલાં પડતાની સાથે પોતાના ઘરને રંગબેરંગી ફૂલોથી શણગાર્યું હતું.અને દીકરી આવતા જ પોતાના ઘરે WELCOME BABY નો ફૂલના રંગોથી સ્લોગન લખી અને ગૃહ પ્રવેશ આપ્યો હતો.
એટલું જ નહીં આ સંભારણું કાયમી બની રહે એ માટે સફેદ કપડાં ઉપર દીકરી આર્યાના પાવન કંકુના પગલાં પડાવી યાદગીરી માટે સાચવી રાખ્યા હતા.દિકરી ના પ્રથમ ગ્રુહપ્રવેશ નિમિત્તે કુટુંબીજનો એમજ પરિવાર માં હર્ષ ની લાગણી પ્રસરી જવા પામી હતી…