બનાસકાંઠાના ધાનેરા ખાતે મંત્રી શ્રી કીર્તિસિંહ વાઘેલા સહિત રાજકીય અગ્રણીઓ અને ઉચ્ચ અધિકારીઓ ની ઉપસ્થિતિદેશ ના ગૃહમંત્રી અમિતભાઇ શાહે ધાનેરા પોલીસ મથક નું ઇ લોકાર્પણ કર્યું. ધાનેરા નેનાવા ત્રણ રસ્તા પાસે ખુબજ આધુનિકનવનિર્મિત પોલીસ સ્ટેશનનુ ઈ-લોકાર્પણ ગ્રુહ પ્રધાન અમીતશાહના હસ્તે કરવામાં આવ્યું હતું.જેમા મુખ્ય મહેમાન તરીકેગુજરાત સરકારના મંત્રીશ્રી કિર્તીસિંહ વાધેલા.બનાસકાઠા લોકસભાના સંસદસભ્યશ્રી પરબતભાઇ પટેલ.રાજયસભાના સંસદદિનેશભાઈ અનાવાડીયા.બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા તથા મદદનીશ પોલીસ અધિક્ષક પુજાયાદવસાહેબ થરાદ વિભાગ.ધાનેરા પી.આઈશ્રી ડી.વી.ડોડીયા. તેમજ સમગ્ર બનાસકાંઠા જીલ્લાના પોલીસ અધિકારીઓ ધાનેરાપોલીસ સ્ટેશનનો સ્ટાફ હાજર રહ્યા હતા.જયારે ભાજપના અનેક પૂર્વ ધારાસભ્યો તેમજ આગેવાનોને સ્ટેજ પર ઉપસ્થિત રહ્યા હતા
છેલ્લા કેટલાય સમયથી ધાનેરાની મામલતદાર કચેરી ખાતેધાનેરાનું પોલીસ મથક ચાલી રહ્યું હતું.જેના લીધે સરકાર દ્વારાનવું પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે.તેનું કામ સંપૂર્ણ પુરૂ થતાં ઉત્તર ગુજરાતનું નંબર વનજી પ્લસ ટુ નેકસ્ટ જનરેશનવાળું પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે અને આ પોલીસ સ્ટેશનનું ઈ-લોકાર્પણ થતા પોલીસને આધુનિક સુવિધાઓમળશે.આ કાર્યક્રમ માટે ધાનેરા પોલીસ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓના તાબા હેઠળ તેની તડામાર તૈયારીઓ કરવામાં આવીહતી.અને ધાનેરા પોલીસ સ્ટેશનને લાઇટિંગથી સજાવવામાં આવ્યું છે.ધાનેરા પોલીસ સ્ટેશનને લાઈટિંગથી સજાવતા પોલીસ સ્ટેશન ધાનેરામાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.ધાનેરાની ખુબજ બહોળી સંખ્યામાં જાહેર જનતાએ પણ ખુબજ ઉત્સાહ સાથે ઈ-લોકાર્પણ પ્રસંગે હાજરી આપી હતી.