આગામી 2022 માં આવનારી વિધાનસભા ચૂંટણીઓ ને લઇ રાજ્ય માં રાજકીય પક્ષો તૈયારીઓ માં લાગી ગયા છે .સંગઠનો ની બેઠકો શરૂ થઈ ગઈ છે ગુજરાત માં આં વખતે ત્રિપાંખિયો જંગ ખેલાઇ તેવા એંધાણ જોવા મળી રહ્યા છે ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા પાલનપુર આવી પહોંચ્યા હતા. જ્યાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ મા અંબાના દર્શન કર્યા હતા અને સમગ્ર વિશ્વ કોરોનાની મહામારી માંથી મુક્ત થાય તેવી પ્રાર્થના કરી હતી અમિત ચાવડા સાથે આજે ધારાસભ્ય કાંતિ ખરાડી દિનેશ ગઢવી સહિતના અગ્રણીઓએ મા અંબાના દર્શન કર્યા હતા.
ત્યારબાદ કોંગ્રેસ કારોબારી બેઠક યોજાઈ હતી જેમાં અમિત ચાવડાએ જિલ્લાના ધારાસભ્યો ડેલીગેટો કાર્યકરો સાથે આગામી સમય માં આવનારી ચૂંટણીઓ ને લઇ વિવિધ ચાર હાઓ હાથ ધરી હતી. અમિત ચાવડાએ નિવેદન આપ્યું હતું કે દેશમાં મોંઘવારી ને લઇ લોકો પરેશાન છે કોરોના કહેર માં લોકો ઑક્ષિજન ઇન્જેક્શન માટે આમતેમ ભટકાતાં હતા ત્યારે સરકાર આં કોરોના કહેર માં કામ કરવામાં નિષ્ફળ ગઈ છે અમારી માંગ હતી કે સરકાર કોરોના કાળ માં મૃત્યુ પામનાર ના પરિવાર ને વળતર સહાય આપે ત્યારે હવે સુપ્રીમ કોર્ટ દ્વારા કોરોના માં મૃત્યુ પામનાર લોકો ના પરિવારજનો ને સહાય આપવા કેન્દ્ર સરકાર ને ટકોર કરી છે.