યાત્રાધામ અંબાજીમા વર્ષે દહાડે સવા કરોડ માઇભક્તો માના ચરણોમા શીશ નમાવે છે ત્યારે અનેક માઇભક્તોને યાત્રાધામમા કડવા અનુભવ થાય છે અને અંબાજીની પ્રતિસ્થા ખરડાય છે પ્રસાદમા ઉઘાડી લૂંટ અને પાર્કિંગમા દાદાગીરીથી લઈ ગુણવત્તા વિહીન વસ્તુઓ વેચાતી હોવાની બુમરાડને આધારે કલેકટરે યાત્રિકોની સુરક્ષા ને લઈ મહત્વ ના નિર્ણય કર્યા છેયાત્રાધામ અંબાજી આવતા માઇભક્તો સાથે અંબાજીમા પ્રસાદીયા ઉઘાડી લૂંટ ચલાવે છે ત્યારે આવનાર યાત્રિકોને પાર્કિંગને લઈને પણ દાદાગીરી સહન કરવી પડે છે ત્યારે યાત્રિકોની અંબાજીમા સુરક્ષા જળવાય જેને લઈ કલેકટરે આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે
કલકેટર દ્વારા પોલીસ.ફૂડ એન્ડ ડ્રગ્સ.તોલમાપ.રેવન્યુ..પંચાયત.ગ્રાહક સુરક્ષાની ટિમોની રચના કરી કાર્યવાહીના આદેશ આપ્યા છે પોલીસને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી ની સૂચના અપાઈ છે ત્યારે અંબાજી મા આવનાર યાત્રિકો સાથે પ્રસાદ મા લૂંટ ન થાય એ હેતુથી અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રસાદ ના 3 કેન્દ્રો ખોલશે સાથે યાત્રિકો ની સુરક્ષા જળવાય એ હેતુથી અંબાજી મા જાહેર માર્ગ પર ગ્રાહક સુરક્ષા કેન્દ્ર કાયમી ધોરણે ખોલાશે સાથે યાત્રિકો ને પાર્કિંગ મા પડતી તકલીફો ને લઈ ટ્રસ્ટ વિશાળ પાર્કિંગ પણ બનાવશે ત્યારે હવે અંબાજી મા આવનાર કોઈ પણ યાત્રિક લૂંટાઈ નહિ અને દાદાગીરી નો ભોગ ન બને જેને લઈ પોલીસ ને અસામાજિક તત્વો સામે પાસા જેવી કાર્યવાહી કરવાની સૂચના અપાઈ છે