બ્રહ્મદેવ સમાજ ગુજરાત સંગઠન દ્વારા માં જગદંબાના સાંનિધ્યમાં કારોબારીની બેઠકનું આયોજન બ્રહ્મદેવ સમાજ ગુજરાતના મહાસચિવ મિલન શુક્લાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું, અંબાજી ખાતે ગણેશ ભુવનમા કારોબારી મિટિંગ યોજાઇ હતી આ કારોબારીની બેઠકમાં બ્રહ્મસમાજને લગતા ભુતકાળમાં બ્રહ્મદેવ સમાજ દ્વારા કરવામાં આવેલા કાર્યોથી લોકોને માહિતગાર કરવામાં આવ્યા અને સાથે સાથે આગામી સમયમાં સંગઠન દ્વારા બ્રહ્મસમાજ માટે શિક્ષણ, રોજગાર- ધંધો, રમત ગમત, સાંસ્કૃતિક કાર્યક્રમો કરવા, રાજકીય ક્ષેત્રેત્ આગળ વધવા યુવાનોને સહકાર આપવો,
સમાજના અન્ય વિવિધ સંગઠનોને સાથે જોડી સમાજલક્ષી કાર્યો કરવા તેમજ ક્રેડિટ કોપરેટિવ સોસાયટી (સહકારી મંડળી )ની રચના કરવી, અને બ્રહ્મસમાજ વિરુદ્ધ કોઈપણ વ્યક્તિ અભદ્ર ટીપ્પણી કે ગેરવર્તન કરે તો તેના વિરોધ બાબતે એક યુવા ટીમની રચના કરવી જેવી બાબતો ની ચર્ચા કરવામાં આવી. બ્રહ્મદેવ સમાજ ગુજરાત દ્વારા આગામી ટૂંક સમયમાં સમગ્ર ગુજરાત માંથી વિવિધ શેત્રની એક 51 સભ્યોની કમિટીની રચના કરવામાં આવશે તેમ આ કારોબારીની બેઠકમાં મહાસચિવ મિલન શુક્લા દ્વારા જણાવવામાં આવ્યું હતું.બ્રહ્મદેવ સમાજ ગુજરાતની આ કારોબારી બેઠકમાં ગુજરાતનાતમામ જિલ્લાઓ માંથી બ્રાહ્મણ સમાજના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા