ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી કિર્તીસિહ વાઘેલા અતિથિ પાર્ટી પ્લોટ સોતમલા ખાતે ઉપસ્થિત રહ્યા હતા.બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના સોતમલા ગામ ખાતે લગ્ન પ્રસંગ માં શિક્ષણ મંત્રી કિર્તીસિહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા
જ્યારે ડીસા રાધનપુર હાઈવે પર આવેલ અતિથિ પાર્ટી પ્લોટ ખાતે શિક્ષણમંત્રી ઉપસ્થિત રહેતાં ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું જ્યારે ડીસા ના ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યા,ડીસા નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ ઠક્કર, સાંસદ પરબતભાઇ પટેલ વગેરે રાજકીય અને સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.