ઉપરવાસમાં સતત ત્રણ દિવસથી વરસાદે માજા મૂકી હતી અને મનમુકીને વરસતો હોવાથી અમીરગઢ પાસેથી પસાર થતી બનાસકાંઠાની જીવાદોરી ગણાતી બનાસનદીમાં પાણીના નવા નીરની આવકમાં વધારો થયો છે. આ બનાસનદીનું પાણી દાંતીવાડા ડેમમાં ભળતા દાંતીવાડા ડેમમાં 2000 ક્યુસેક પાણીનો વધારો થયેલ છે જ્યારે દાંતીવાડા ડેમની કુલ સપાટી 574.05 સુધી પોહચી છે. જયારે ભયજનક સપાટી 604ની છે. અત્રે ઉલ્લેખનીય છે કે સતત પડી રહેલ વરસાદથી ખેતીમાં વ્યાપક નુકસાન ગયેલ છે. જેથી જગતનો તાત પાયમાલ થયેલ છે પરંતુ બનાસનદીમાં પાણી આવતા પાણીના કૂવા અને બોરના તળો ઊંચા આવવાથી આવતું વર્ષ સારુ જવાની આશ પણ બંધાઈ છે.