લાખણીના જડીયાલી ગામ પાસેથી દારૂ ઝડપાયો હતો. જેમાં જાણવા મળ્યું કે હુંડાઈ આઈ 20 કારમાં દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી. પોલીસે દારૂ અને કાર સહિત 3.27 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મળતી વધુ માહિતી અનુસાર કાર ચાલક હાલ ફરાર થઇ ગયો છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠામાં બે દિવસમાં 10 લાખનો દારૂ ઝડપાયો છે. આપણે જણાવી દઈએ કે, ગુજરાત રાજ્યમાં ના તો દારૂ મળે છે ના તો પીવાય છે. ગુજરાતમાં દારૂ વેંચાતો જ ના હોય તો પીવાનો પ્રશ્ન જ ઉભો થતો નથી. એવું ર સરકારનું માનવું છે. કારણ કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો સખ્ત કાયદો છે. પરંતુ એ કાયદો માત્ર કાગળ પર જ હોય તેવુ લાગે છે. તેમ છતાં પોલીસ દારૂબંધીનો કડક અમલ કરાવવા માટે ધમપછાળા કરે છે. પરંતુ બુટલેગરો અવનવા પ્રયોગો કરી ગમે તે રીતે દારૂની હેરાફેરી તો કરે જ છે. જે વાતને આ ઘટના બાદ નકારી શકાય તેમ નથી.