બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકાઓમાં સરકારી કોલેજો છે જેના લીધે અનેક ગરીબવર્ગના વિધાર્થીઓ લાભ મેળવી રહ્યા છે,પરંતુ ધાનેરા તાલુકામાં સરકાર દ્વારા આજસુધી એક પણ સરકારી કોલેજ ફાળવવામાં આવી નથી,અને ધાનેરામાં એક જ કોલેજ હોવાથી ગરીબવર્ગના વિધાર્થીઓને હજ્જારો રૂપિયા ફી ભરવી પડી રહી છે,કોરોના મહામારીના કારણે વાલીઓના ધંધા-રોજગાર ઠપ્પ થઈ ગયા હોવાથી વિધ્યાર્થીઓની ફી ભરવી પણ મુશ્કેલ બની રહીછે
ત્યારે ધાનેરા તાલુકા ના એન,એસ,યુ,આઈના કાર્યકર્તાઓ દ્વારા કે આર આંજણા કોલેજના પ્રિન્સિપાલને આવેદનપત્ર આપી વિધ્યાર્થીઓની ફી માફ કરવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.. અભ્યાસ કરી રહ્યા છે,જેમાં તાલુકા પ્રમુખ-જયેન્દ્રસિંહ દેવડા, જશવંતભાઈ, ઉપપ્રમુખ, નાવેદ કુરેશી, તાલુકા મહામંત્રી, સાજીદ મલેક, જિલ્લા મંત્રી, તથા એન એસ યુ આઈ ના કાર્યકર્તા હાજર રહ્યા હતા.