બનાસકાંઠા જીલ્લામાં ખાણ ખનીજ વિભાગની રહેમ નજર હેઠળ રાજસ્થાનમાં મોટા પાયે બનાસનદીની રેતી રાજસ્થાનમાં વગર પાસ પરમીટે જઇ રહી છે. જેથી લોકોએ પ્રાંત અધિકારીને રજુઆતકરતાં ધાનેરા પ્રાંત અધિકારીએ બે દિવસમાં પાંચ ડમ્પરો પકડ્યા છે. નેરાના પ્રાંત અધિકારીએફ.એ.બાબીએ બે દિવસમાં આવા રાજસ્થાન જતા અને રોયલ્ટી વગરના પાંચ ડમ્પરો પકડીલેવામાં આવતા ડમ્પર ચાલકોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે. બનાસનદીની રેતી જે સોના જેવીછે તે રેતીનુ ખનન થઇ રહ્યુ છે તેમ છતા આ ખાણ ખનીજ વિભાગ દ્વારા આવા લોકો સામે કોઇ પગલાં લેવામાં આવતા નથી.
બાબતે ગાંધીનગર પણ રજુઆત કરવા છતાં કોઇ કાર્યવાહી ન થઈનથી. કમલેશભાઇ પટેલે જણાવેલ કે આ તો મોટુ ખનન કૌભાંડ છે. આ રોયલ્ટી વગર ગાડીભરાવનાર કોરી માલિકો સામે પણ કાર્યવાહી થવી જોઇએ જેથી ત્યાંથીજ વગર રોયલ્ટીની કામગીરીઅટકે.પ્રાંત અધિકારી એફ.એ.બાબીએ જણાવ્યું હતુ કે મંગળવારે પણ બે ડમ્પરો ઝડપી પાડેલ છેઅને તેમની પાસે રોયલ્ટી પાસ પણ નથી અને ઓવરલોડ ગાડી પણ ભરેલ હોવાથી કાર્યવાહીકરવામાં આવેલ છે તેમજ આગળ પણ આવા લોકો સામે કાર્યવાહી કરવા માટે અમારી ટીમ ત્યાર રહેશે.