અમીરગઢ પંથકમાં છેલ્લા કેટલાય સમયથી મેઘરાજ ધીમી ધારે વરસી રહ્યા છે જેને કારણે ખેડૂત સાહિત વેપારી વર્ગ માં ખુશી ની લહેર જોવા મળી રહી છે ત્યારે લોકો માં રિમજીમ વરસાદ થી લોકો ને ગરમી થી છુટકારો મળી રહ્યો છેઃ પરંતુ આ રિમજીમિયા વરસાદ ના કારણે અમીરગઢ બજાર માં આવતા લોકો ને વરસાદ થી પડેલ ખાડા ના કારણે પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે ત્યારે અમીરગઢના લોકો ને અમીરગઢ બજારમાં ખરીદી અર્થે આવવું હોય તો અમીરગઢ માં નવીન રેલ્વે બ્રિજ પહેલા પણ મસ મોટા ખાડા માંથી પસાર થવું પડતું હોય છે ત્યારબાદ બજાર માં પ્રવેશ થતાં પહેલાં યુનિયન બેંક ની બાજુમાં આવેલ રસ્તા પર પણ મસ મોટો ખાડો પડેલ છેઃ
જેને કારણે પણ વાહન ચાલકો ને મુશ્કેલીઓ વેઠવી પડીરહી છે તેથી અમીરગઢ માંસરકાર શ્રી દ્રારા ડાભેલા બસ સ્ટેન્ડ થી તાલુકાપંચાયત તરફ જવા માટે તાજેતરમાં જ લાખો રૂપિયા ના ખર્ચ રોડબનાવેલ છે પરંતુ લોકો ને આ રોડ ની મજા માણવી હોય તો પહેલા આ પડેલ ખાડા ની સજા તો માણવીજ પડે છે તેથી હવે તો અમીરગઢ ની પ્રજા તો એકજ કહે છે કે અમીરગઢ ખાડા મો કે ખાડો અમીરગઢ માં એવા લોકો ના મોઢે હાસ્યાસ્પદ ચર્ચાઓ જોવા મળી રહી પરંતુ આ ખાડામાંથિ દરોજ હીંચકા ખાઈને જતા અમીરગઢ તાલુકા પંચાયત સહિત અન્ય કર્મચારીઓ ને આ મસ મોટો ખાડો દેખાતો નથી અને આંખ મીચામના કરી ચાલી રહ્યા છે ત્યારે હવે આ રેલવે બ્રિજ જોડે આવેલ ખાડો થતા ડાભેલા બસ સ્ટેન્ડ જોડેલ પડેલ ખાડા નો અંત આવશે કે કેમ એ હવે જોવાનું રહ્યું…