નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે દાતા-અંબાજી ચાર-માર્ગીય રોડનું લોકાર્પણ કર્યું હતું. અંબાજી દાંતા 22 કિલોમીટરનો માર્ગ 120 કરોડના ખર્ચે બન્યો છે. સાથે સાથે ત્રિશુળીયા ઘાટ પર બનેલા વ્યુ પોઇન્ટનું પણ લોકાર્પણ કર્યું હતું. કરોડોના ખર્ચે બનેલા અને ગુજરાતભરમાંથી આવતા લાખો માઇભક્તોની સગવડતામાં આ રોડનું લોકાર્પણ કર્યું હતું. સાથે સાથે અંબાજીને પણ વિકાસની દિશામાં આગળ લઈ જવાની પણ નાયબ મુખ્યમંત્રીએ વાત કરી હતી.
અંબાજીથી આવતા અને અંબાજી જતા લોકો અરવલ્લીની ગિરિમાળાઓનો નજારો નિહાળી શકે તે હેતુથી ત્રિશુળીયા ઘાટ પર વ્યુ પોઇન્ટ બનાવવામાં આવ્યો છે અને તેનું પણ આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે લોકાર્પણ કર્યું હતું. અંબાજીના વિકાસ માટે સરકારની અનેક યોજનાઓ હેઠળ યાત્રાધામ અંબાજીને વિકસાવાશે જ્યારે યાત્રા ગામ કોટેશ્વરને પણ રૂ. 4 કરોડના ખર્ચે વિકાસશીલ બનાવીએ અને વેગવંતુ બનાવવાનો પણ સરકારનો પ્રયાસ છે. એમ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું.