દિયોદર કોર્ટે એક ફરિયાદમાં ચેક રિટર્ન કેસમાં આરોપીને નિર્દોષ છુટકારો અપાવ્યો હતો. જેમાં આરોપી પક્ષના વકીલની ધારદાર દલીલો ધ્યાને રાખી ચુકાદો આપ્યો હતો. જાણવા મળતી માહિતી મુજબ ધી દિયોદર વિભાગ નાગરિક શરાફિ સહકારી મંડળીમાં મેનેજર દ્વારા દિયોદર કોર્ટમાં ચેક રિટર્ન કેસમાં દિયોદરના રહેવાસી દેસાઈ પાચાભાઈ દેવરાજભાઈ વિરુદ્ધ ફરિયાદ આપી હતી.
જે કેસ આજે દિયોદર ખાતે મહે. દિયોદર એડી ચીફ જ્યૂ મેંજીસટ્રેટ સાહેબ આર આર મિસ્ત્રી સમક્ષ ચાલ્યો હતો. જે કેસમાં આરોપી પક્ષના વકીલ દિનેશભાઈ ટી. રબારી દ્વારા ધારદાર દલીલો અને પુરાવા રજૂ કરતા કોર્ટે દલીલો અને પુરાવા માન્ય રાખી આરોપીને જાહેર કર્યો હતો. જેમાં ચેક રિટર્ન કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો થયો હતો