બનાસકાંઠા જિલ્લા માં સંક્રમણનું પ્રમાણ વધતા હાલ ૭૦૦ કરતા વધુ એક્ટિવ કેશ સામે આવી ચુક્યા છે ત્યારે આવનાર કપરી પરિસ્થિતિનો સામનો કરવા અને વધુ સંક્રમણ ન ફેલાય એવા આસય સાથે ધાનેરા તાલુકાનું બોડર પર આવેલ નેનાવા ગામે વેપારીઓ પંચાયત અને ગામના આગેવાનો ભેગા મળીને 10 દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે. સાથોસાથ કોઈ પણ દુકાન ખુલ્લે તો 500 રૂપિયાના દંડની પણ જોગવાઈ કરેલ છે.
સ્વૈચ્છિક લોકડાઉનમાં સવારે 7 થી 11 વાગ્યા સુધી જ દુકાન અને બજાર ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ગામ સંક્રમણ નો ભોગ ન બને એવા ઉદ્દેશ સાથે નિર્ણય લેવામાં આવ્યો છે અગાઉ પણ ગત વર્ષે નેનાવા ગામ એકાદ માસ જેટલો સમય સ્વૈચ્છિક લોકડાઉન પાલન કરવામાં આવ્યું હતું બનાસકાંઠા જિલ્લા માં નેનાવા ગામ પહેલું ગામ છે જે ફરી લોકડાઉન નો અમલ કરી રહ્યું છે. બોડર નજીક હોવા છતાં કોરોના સંક્રમણ ને લઈ ગામ ખૂબ જ ગંભીર બન્યું છે જેના કારણે જ ગામલોકો એ ફરી સ્વૈચ્છિક લોકડાઉન નો અમલ કર્યો છે