ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. દૈનિક કેસો ૧૧ હજારને પાર થઈ ગયા છે તેમજ મૃત્યુઆંક સતત વધી રહ્યો છે, ત્યારે ફરી એકવાર રાજ્યમાં લોકડાઉનની માંગ ઉઠી છે. બીજી તરફ અનેક શહેર-ગામો દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન આપવામાં આવી રહ્યું છે. ત્યારે બનાસકાંઠા જીલ્લાના વડગામ તાલુકાના છાપી ગ્રામપંચાયત ખાતે તંત્ર દ્વારા કોરોનાને લઈ મિટિંગ યોજાઇ હતી. જેમાં કોરોના સંક્રમણ ન ફેલાઈ તે માટે સ્વૈચ્છિક 8 થી 2વાગ્યા સુધી ધંધા રોજગાર બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. તેમજ શનિવાર અને રવિવારે સજ્જડ બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો.
જેમાં ૨૦ એપ્રિલથી ૩૦ એપ્રિલ સુધી સ્વંયભુ લોકડાઉન કરવા નક્કી કરાયું હતું. તેમજ દુકાનદોરોને પણ આ બંધ પાળવામાં સહયોગ આપવા છાપી સરપંચ દ્વારા હાકલ કરવામાં આવી હતી.. વડગામ તાલુકાના છાપી ગ્રામપંચાયત ખાતે યોજાયેલી મીટીંગમાં છાપી ગામના સરપંચ, વડગામ તાલુકા વિકાસ અધિકારી, વડગામ મામલતદાર, તાલુકા આરોગ્ય અધિકારી, છાપી પોલીસ સબ ઈન્સપેક્ટર, છાપી વેપારી એસોસિએશનના વેપારીઓ તથા સેવિંગ હ્યુમીનીટી ટ્રસ્ટના મહાનુભાઓ ઉપસ્થિત રહ્યા હતા.