બનાસકાંઠાના દિયોદર રેફરેલ હોસ્પિટલમાં જાડા ગામ ની મહિલા ને પ્રસુતિ દરમિયાન અધૂરા મહિને મહિલા એ બાળક ને જન્મ આપતા પરિવારજનો માં ખુશી ફેલાઈ હતી. પરંતુ બાળક ખોડ ખાપણ અને ના તંદુરસ્ત હોવાથી આખરે મોડી રાત્રે બાળકનું નિધન થતા પરિવારજનો ચિંતા માં મુકાયા હતા. દિયોદર તાલુકા ના જાડા ગામ ની એક મહિલા ને પ્રસુતિ દરમિયાન દુખાવો થતા તે મહિલા ને 108 એમ્બ્યુલન્સ દ્વારા દિયોદર રેફરેલ હોસ્પિટલમાં પ્રસુતિ માટે લાવવામાં આવી હતી જેમાં ફરજ પર ના ડોકટર પ્રતીક રાઠોડ દ્વારા મહિલા ની સોનો ગ્રાફી કરી તપાસ કરતા મહિના અધૂરા હોવાનું સામે આવ્યું હતું
પરંતુ મહિલા ને ઓપરેશન કરી પ્રસુતિ કરવાની ફરજ પડતા દિયોદર રેફરેલ હોસ્પિટલ ના ડોકટર પ્રતીક રાઠોડે વિશ્વાસ હોસ્પિટલ ડોકટર રોહિત નાડોદા ની મદદ લીધી હતી જેમાં બંને ડોકટર અને સ્ટાફ સતત ખડેપગે રહી મહિલા ને ઓપરેશન કરી પ્રસુતિ કરવામાં આવી હતી જેમાં મહિલા એ બાળક ને જન્મ આપ્યો હતો પરંતુ બાળક ખોડ ખાપણ હોવાથી બાળક ના તંદુરસ્ત હોવાથી મોડી રાત્રે બાળક ને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાની ફરજ પડતા દિયોદર રેફરેલ હોસ્પિટલ એ 108 એમ્બ્યુલ્સ ને જાણ કરતા 108 ના ઇ એમ ટી દેવરામભાઈ ઉપાધ્યાય, અને પાઇલોટ દિનેશભાઇ નાઈ રેફરેલ ખાતે એમ્બ્યુલ્સ લઈ પોહચ્યા હતા. જેમાં તાત્કાલિક બાળક ને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું. પરંતુ મહેસાણા પાસે આખરે બાળક નું મોત નીપજ્યું હતું.