દાંતાના લોકપ્રિય કોંગ્રેસી ધારાસભ્ય કાંતિ ખરાડીએ રંગ-ઉમંગના તહેવાર નિમિત્તે માં અંબાના મંદિરની મુલાકાત લીધી હતી. કાંતિ ખરાડીએ શક્તિપીઠ અંબાજી મંદિરની મુલાકાત લઈ માં અંબાના દર્શન કર્યા હતા. ધારાસભ્ય પોતાની પત્ની સાથે અંબાજી મંદિરે આવી પહોંચ્યા હતા. જ્યાં અંબાજી માતાજીના દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી.
આ દરમિયાન કોંગ્રેસ ધારાસભ્યએ અંબાજી મંદિર ટ્રસ્ટના આગેવાનો સાથે પણ મુલાકાત કરી ચર્ચા વિચારણા કરી હતી.તેમજ અંબાજી મંદિરના ભોજનાલયને લઈને પણ તેમણે પોતાની વાત રજુ કરી હતી. મહત્વનું છે , કાંતિ ખરાડી વર્ષ 2012થી દાંતા વિસ્તારના ધારાસભ્ય છે. તેઓ અવાર નવાર વિધાનસભા સત્ર દરમિયાન દાંતા વિસ્તારના અનેક પ્રશ્નો ઉઠાવતા રહે છે