બનાસકાંઠા જિલ્લામાં રસિકરણ અભિયાનના ત્રીજા તબક્કા હેઠળ હેઠળ ૪૫થી ૬૦ વર્ષ સુધીના લોકોને રસી આપવામાં આવી હતી. જેમાં દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે દિયોદર તાલુકા આરોગ્ય કચેરી દ્વાર દિયોદરના 60 વર્ષથી ઉપરની ઉંમરના વડીલોને કોરોના વિરોધી રસી આપવામાં આવી હતી ત્યારે ઉત્સાહપૂર્વક ૩૦થી વધુ વડીલોએ કોરોના વિરોધી રસી લીધી હતી આ પ્રસંગે ડૉ બ્રિજેશભાઈ વ્યાસ ડૉ પત્રિકભાઇ રાઠોડ પૂર્વ રાજ્યમંત્રી કેશાજી ચૌહાણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
જણાવી દઈએ કે સમગ્ર દેશમાં કોરોના વેક્સિન આપવાની કામગીરી શરૂ કરાઇ છે. ગુજરાત રાજ્યમાં કોરોના વેકસીનેશનના ત્રીજા તબક્કાની શરૂઆત કરવામાં આવી છે. સિનિયર સીટીઝન માટે પણ ખાનગી અને સરકારી હૉસ્પિટલમાં વેકસીનેશન શરૂ કરવામાં આવ્યું છે. કોરોના સામે રક્ષણ મેળવવા માટે કોરોના વેકીસીન એક રામબાણ ઈલાજ સમાન છે. સૌપ્રથમ વેકસીન આરોગ્યકર્મીઓને આપવામાં આવી હતી