બનાસકાંઠામાં કાર્યરત સદવિચાર ફાઉન્ડેશન દ્વારા અવાર નવાર લોક ઉપયોગી અને સેવા કાર્યો કરવામાં આવતાં હોય છે જેમાં શિયાળામાં ધાબળા વિતરણ, આદિવાસી વિસ્તારમાં બુટ-ચપ્પલ વિતરણ જેવા અનેક સેવાકીય કાર્યા કરતાં આ ફાઉન્ડેશન નાસંયોજક રાહુલ કોઈટીયા ના જન્મદિવસ ની ઉજવણી પણ સેવાકીય કાર્યા દ્વારા થાય તે માટે થઈ જન્મદિવસ ને સેવાદિન તરીકેની ઉજવણી મોક્તેશ્ર્વર ડેમ ખાતે યોજાઈ હતી સરસ્વતી નદીના પટમાં આવેલ મોક્તેશ્ર્વર ખાતે લોકો તર્પણ વિધિ માટે આવતાહોય છે અને જેનાં કારણે અહીં કચરા નું પ્રમાણ વધી જતું હોય છે જેના કારણે જળચર જીવ જંતુઓ માટે તે ખૂબ જ નુકશાનકારક હોય છે જેને લઈ સદવિચાર ફાઉન્ડેશન ના સંયોજક દ્વારા બે દિવસ પહેલાં આ સ્થળ ની મુલાકાત લેતા તેઓએ અહીંસફાઈ કરવા માટે ની વાત પોતાના મિત્ર વર્તૃળ માં કરેલી જેથી તેમના મિત્રો દ્વારા આજરોજ અહીં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું
અગાઉ પણ ત્રણ વર્ષ પહેલાં આ ફાઉન્ડેશન દ્વારા અહીં નદીના તટ વિસ્તારમાં સફાઈ અભિયાન હાથધરેલુ.સદવિચાર ફાઉન્ડેશન ના સંયોજક રાહુલ કોઈટીયા ના ત્રીસ વર્ષ પૂર્ણ કરી એકત્રીસ વર્ષ માં પ્રવેશતા જન્મદિવસ ને યાદગારબનાવવા માટે થઈ તેમના ફાઉન્ડેશન તેમજ વિજયભાઈ ચક્રવર્તી પૂર્વ પ્રમુખ જિલ્લા પંચાયત બનાસકાંઠા,પરેશભાઈ ચૌહાણવેડંચા,લાલગીરી ગૌસ્વામી,સાગરભાઈ પુરબિયા (લોકગાયક),આનંદભાઈ વાણીયા,રોનક પાંચડા, તેમજ ચામુંડા માતાજી મંદિરના મહંત શ્રી મધુરગીરી બાપુ એ હાજરી આપી હતી. મોક્તેશ્ર્વર ડેમ અને કરમાવત તળાવ માં પાણી નાખવા બાબતે વિજયભાઈ ચક્રવર્તી એ સરકાર ને વિનંતી કરી હતી અને ખેડૂતો ના જળ આદોલન ને સર્મર્થન કર્યું હતું