બનાસકાંઠાના દીયોદર ખાતે ચિભડાના પશુ ડોક્ટરનો મામલો છેલ્લા કેટલાક દિવસથી ચર્ચાનો વિષય બન્યો છે. પશુ ડોક્ટર દ્વારા ખોટા સર્ટીફીકેટ આપીને પશુઓને કતલખાને મોકલવામાં આવતા હોવાના આક્ષેપો થયા બાદ ભારે ખળભળાટ મચ્યો હતો. જે અંગે હવે ડોક્ટરના સમર્થનમાં તેમના સમાજની સાથે અન્ય સમાજના પણ આગેવાનો જોડાયા હતા. માલધારી ઠાકોર તેમજ રાજપુત સમાજે ડોક્ટરને સમર્થન આપ્યુ હતું અને દીયોદરના મીઠા ખાતે સમાજની બેઠક પણ યોજાઈ હતી. આ બેઠકમાં ડોક્ટરને ન્યાય અપાવવા માટે અન્ય સમાજના લોકો પણ આગળ આવે તેવી અપીલ કરવામાં આવી હતી. તેમજ આગામી સમયમાં આ મામલે ડોક્ટરને ન્યાય અપાવવા માટે આંદોલન કરવામાં આવે તેવી પણ શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. આ ઉપરાંત ડોક્ટરે ડીસા પાંજરાપોળના સંચાલકો સામે આક્ષેપો કર્યા હતા. ડોક્ટરનું કહેવુ હતું કે, સંચાલકો દ્વારા તેને વારંવાર પરેશાન કરવામાં આવે છે અને ધમકી આપવામાં આવે છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -