બનાસકાંઠાના કાંટ ગામે લગ્ન પ્રસંગમાં બોલેરો ગાડીની થઈ ચોરી, ડીસા રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. બનાસકાંઠાજિલ્લામાં ગ્રામીણ વિસ્તારોમાં લગ્નસરાની સિઝન જામી છે. લગ્નસરાની સિઝન પણ બનાસકાંઠા જિલ્લામાં જામી છે ત્યારેડીસા તાલુકાના કાંટ ગામે રહેતાં ચંદનજી ચેહાજી ઠાકોર ના ઘરે લગ્ન પ્રસંગ હોઈ જેથી દાંતીવાડા તાલુકાના ભાખર મોટી ગામના પરબતજી કપુરજી ઠાકોર કાંટ ગામે તેમના વેવાઈ ના ત્યાં લગ્ન પ્રસંગ માં આવેલ હોય.
બોલેરો ગાડી નંબર. GJ 12BF 0711 ખેતરના દરવાજા આગળ બહાર રોડ ઉપર પાર્ક કરેલ હતી. ત્યારે પરબતજી ઠાકોર દરવાજા બહાર રોડ પર આવી જોતાંબોલેરો ગાડી ન દેખાતા જેથી આજુબાજુ માં તપાસ કરતાં બોલેરો ગાડી ન મળતાં ગાડીની કિંમત રૂ. 2 લાખ 80 હજાર ની. જેથી કોઈ અજાણ્યા ઈસમો ગાડી ચોરી કરી ફરાર થતાં જેથી ડીસા રૂરલ પોલીસ મથકે ગાડી માલિકે ફરિયાદ નોંધાવી.