પ્રાંત કલેક્ટર ડીસા ખાતે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું.. રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રાજ શેખાવત વિરુદ્ધ આ મામલે રાપર પોલીસ સ્ટેશનમાં એટ્રોસીટી એક્ટ હેઠળ ફરીયાદ નોંધાવામાં આવી હતી તે ખોટી છે તેને લઈ આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું. આ ફરિયાદમાં રાજ શેખાવતે પોતાના ભાષણમાં કરેલ ટિપ્પણીને લઈ ફરીયાદ નોંધાવામાં આવી હતી. જેને લઈ ડીસા પ્રાંત કલેક્ટરને કરણી સેના દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું કે, રાપર મુકામે જે ફરીયાદ કરવામાં આવી હતી એ ખોટી ફરીયાદ છે જે પરત લેવામાં આવે નહિંતર આગામી સમયમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા ગુજરાતમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારવામાં આવી હતી. તેમજ આવેદનપત્રમાં જણાવાયું છે કે, રાજ શેખાવત પર કરવામાં આવેલ એટ્રોસિટીની ફરીયાદ એક ષડયંત્રના ભાગરુપે કરવામાં આવેલ છે. મહત્વનું છે કે, રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના તમામ કાર્યકરો તેમજ હોદ્દેદારો મોટી સંખ્યામાં આવેદનપત્ર આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -