બનાસકાંઠા જિલ્લાનાદિયોદર તાલુકા ના વડીયા ગામ ના પેરા કમાન્ડો નું કાંકરેજ ના અરડુંવાસ પાસે રાત્રી ના સમય બાઇકપર વતન ફરતા અકસ્માત સર્જાતા જવાન નું મોત નીપજ્યું હતું જેમાં વડીયા ગામ હિબકે ચડ્યું હતું. દિયોદર તાલુકા ના વડીયાગામે રહેતા અમરતભાઈ નરસિંહજી માળી જે 2016 ની સાલ માં માં ભોમ ની રક્ષા માટે આર્મી જવાન માં જોડાયા હતા જેમાંતાજેતર માં પણ પેરા કમાન્ડો ટ્રેનિંગ પણ પુરી કરી હતી જેમાં આસાન થી ગુજરાત આવી ફરજ પર જતાં હતાં જેમાં એક દિવસિય રજા હોઈ ગાંધીનગર થી પોતાના વતન દિયોદર ના વડીયા ગામે પરિવાર ને મળવા માટે બુલેટ બાઇક લઈ નીકળ્યા હતા જેમાં રાત્રી ના સમય કાંકરેજ તાલુકા ના અરડુંવાસ પાસે નિલ ગાય વચ્ચે આવતા બાઇક ને અકસ્માત સર્જાયો હતો
જેમાં બાઇક પર સવાર અમરત માળી (જવાન) ને અકસ્માત ના કારણે ગંભીર ઇજા થતાં મોત નીપજ્યું હતું જેમાં મૃતક જવાન ને શિહોરીરેફરેલ હોસ્પિટલમાં પી એમ અર્થ ખસેડવામાં આવ્યો હતો બનાવ ની જાણ પરિવાર ને થતા પરિવારજનો પણ શિહોરી ખાતેદોડી ગયા હતા જેમાં એક જવાન નું અકસ્માત માં મોત થતા દિયોદર આદર્શ હાઈસ્કૂલ થી અંતિમ યાત્રા નીકળી હતી જેમાંસમગ્ર દિયોદર માં ફરી પોતાના વતન વડીયા ગામે પોહચી હતી જેમાં મોટી સંખ્યા માં યુવાનો પણ અંતિમ યાત્રા માં જોડાયા હતા અને આખું ગામ હિબકે ચડ્યું હતું અને ગ્રાડ ઓફ ઓનર આપી સલામી આપી અંતિમ ક્રિયા આપી હતી જેમાં હજારો ની સંખ્યા માં યુવાનો જોડાયા હતા