રાજયમાં અકસ્માતનું પ્રમાણ વધ્યું છે. રોજે કોઈને કોઈ જગ્યાએ આવા બનાવો બની રહ્યા છે. ત્યારેબનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં પણઅવાર નવાર અકસ્માત સર્જાઈ રહ્યા છે. ત્યારે વધુ એક વખત અકસ્માતનો બનાવ સામે આવ્યો છે.બનાસકાંઠા જિલ્લામાં આવેલ અંબાજી નજીક કોટેશ્વર નાળા પાસે વિર મામા મંદિર આગળ જીપનું ટાયર ફાટતાં અકસ્માત સર્જાયો હતો.
વડાલીથી ઘઉં ભરીને અંબાજી તરફ આવતાં જીપનું ટાયર ફાટતાં જીપ પલટી મારી હતી. અને જીપમા આગલાગી હતો. જીપમાં ભરેલા ઘઉં બળીને ખાખ થયા હતા, જ્યારે જીપને મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું હતું.છ મુસાફરો જીપમાં સવાર હતા, સદનસીબે કોઈ જાનહાની નહીં. મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અંબાજી મંદિર ટ્રસ્ટના ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. અંબાજી પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.