દર વર્ષે ડેન્ગ્યુને અંકુશમાં લેવા માટે ભારતમાં જુલાઇ મહિનાને ડેન્ગ્યુ માસ તરીકે ઉજવવામાં આવે છે.. ત્યારે વર્તમાન સમયની વાત કરીએ તો ડીસામાં ડેન્ગ્યુની બીમારીનું પ્રમાણ ચિંતાજનક હદે વધી ગયું છે.. સરકારી આંકડા મુજબ અત્યારસુધી ચાર ડેન્ગ્યુના પોજીટીવ કેશ સામે આવ્યા છે તો ખાનગી લેબોરેટરીમાં દરરોજના દશથી વધુ શંકાસ્પદ ડેન્ગ્યુના કેશો સામે આવી રહ્યા છે.. જેને લઈ ડીસાના આરોગ્ય તંત્રએ ગંભીર બનીને ડીસા શહેરની ૮૬ રહેણાંક સોસાયટીમાં લોકોને ડેન્ગ્યુ અંગે જાગૃત કરવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી . અને આ ટીમો અત્યારે ઘરે ઘરે પહોંચીને લોકોમાં ડેન્ગ્યુ અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરી રહી છે.. ડીસાના તાલુકા હેલ્થ ઓફિસર ડો.જિગ્નેશ હરિયાણીએ મીડિયાના માધ્યમથી ડેન્ગ્યુના લક્ષણો જણાવ્યા હતા.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -