યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. હાલમાં કોરોના કહેર ઓછો થતાં લોકો બહાર આવી રહ્યા છે અને સાથે સાથે ચોક્કસ પણે કહી શકાય કે રાજકીય નેતાઓ પણ હવે મુલાકાતો,યાત્રાઓ અને સભા, કાર્યક્રમ કરી પોતાના પક્ષને મજબૂત કરવાના પ્રયાસો કરી રહ્યા છે ત્યારે અંબાજી મંદિર ખાતે આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ઈશુદાન ગઢવી વિજય સુવાળા સહિતના નેતાઓ માં અંબાના દર્શન કરવા આવી પહોંચ્યા હતા અને અંબાજી ખાતે ઈશુદાન ગઢવી ભાજપ પાર્ટી પર પ્રહારો કર્યા હતા..
યાત્રાધામ અંબાજી ખાતે જન સંવેદના યાત્રાના સમાપન કાર્યક્રમમાં અંબાજી મંદિરના દર્શન માટે આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકરો આવી પહોંચ્યા હતા અને ત્યારબાદ તેમણે વીઆઈપી પ્લાઝા થી ચાલતા ચાલતા ગર્ભગૃહની બહાર ઊભા રહીને માતાજીના દર્શન કર્યા હતા અને ત્યારબાદ માતાજીની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજ ના આશીર્વાદ લીધા હતા સાથે સાથે તેમને અંબીકેશ્વર મહાદેવ ખાતે જળ અર્પણ કર્યું હતું ત્યારબાદ તેમને મીડિયા સમક્ષ નિવેદન આપી ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા