બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના આંગણવાડા ગામના મહિલા સરપંચ અને વોર્ડ નંબર-6ના સભ્યને સસ્પેન્ડ કરવામાં આવે છે. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના તાલુકા વિકાસ અધિકારી દ્વારા સરપંચ અને સભ્યને બે કરતાં વધુ બાળકો હોવાના કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આંગણવાડાના મહિલા સરપંચ મંજુબા વાઘેલા અને સભ્ય સુખરામ પારગીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
બે કરતાં વધુ બાળકો હોવા છતાં તેમને ખોટું સોગંધનામું કરી ચૂંટણી લડી જીત્યા હતા તેવી ફરિયાદ ઉઠવા પામી છે. ગામના જ અરજદારે આ બાબતે તાલુકા વિકાસ અધિકારી ને અરજી કરતાં સમગ્ર મામલે કાર્યવાહી કરવામાં આવિક છે. તપાસ દરમિયાન સરપંચ અને સભ્ય દોષિત થતાં તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા