બનાસકાંઠા જિલ્લાના યાત્રાધામ અંબાજી સ્થિત કોટેશ્વરમાં વડનું વૃક્ષ ધરાશાયી થયુ હતું. વડનું વૃક્ષ વર્ષોથી અડીખમઊભું આ વૃક્ષ જોત જોતામાં અચાનક ધરાશાયી થતાં લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. કોટેશ્વર અંતિમ ધામ આગળનું વડનુંમહાકાય વૃક્ષ ઢળી પડ્યું હતું. જાહેર માર્ગ પર વૃક્ષ ધરાશાયી થતાં મુસાફરો અટવાયા હતા. વૃક્ષ ધરાશાયી થતાં મોટી જાનહાનિ ટળી હતી. મહાકાય વૃક્ષ અચાનક ધરાસાઈ થતાં સ્થાનિક મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.