બનાસકાંઠામાં દેવ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ પ્રજાપતિ પ્રવિણભાઇ રામચંદ્ર ભાઈને જન્મદિવસ હોયરક્તદાન કેમ્પનું આયોજન કરી ૨૦ જેટલી બોટલો એકત્રિત કરવામાં આવી હતી. છેલ્લા ૨૧ વર્ષથીએટલે કે 2001 માં આવેલ ભૂકંપ થી આજ દિવસ સુધી યથાશક્તિ મહેનત પ્રમાણે લોક સેવા સાથેસંકળાયેલા અને નામાંકિત સેવા સંસ્થાઓ સાથે સેવાકાર્ય કરી સમાજ સેવાનું ઉત્તમ કાર્ય કરતાંપ્રવીણભાઈ પ્રજાપતિ જેમને પોતાનો જન્મદિવસ સેવા દિવસ તરીકે ઊજવવાનો ગમે છે અને વિવિધપ્રકારની સેવાઓ કરી પોતાના જન્મદિવસની ઉજવણી કરે છે. 2021 માં કોરોના ના કપરા કાળમાં પણ તેમને અનેક સેવા કરી હતી.
પોતાના જન્મદિવસે ૧૦૦૦ જેટલા કપડાના માસ્ક જાતે સીવીનેપાલનપુર શહેરમાં વિતરણ કર્યા હતા અને આ સાલ પણ રક્તદાન કેમ્પનું આયોજન કરી ૨૦ જેટલીબોટલો રક્તદાતાઓ મળી એકત્રિત કરવામાં આવી હતી આ કેમ્પમાં રક્તદાતા ને 1લાખ25000 નો વીમોમફત આપવામાં આવ્યો હતો. આ કેમ્પમાં બહેનોએ પણ ઉમળકાભેર ભાગ લીધો હતો અને ચાર જેટલીબહેનોએ રક્તદાન કર્યું હતું. આ રક્તદાન કેમ્પ મા દેવ ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ પ્રવીણભાઈ પ્રજાપતિ,ઠાકોરદાસ ખત્રી, જાગૃતીબેન મહેતા, ડિઝાસ્ટર ડીપીઓ સંજયભાઈ ચોહાણ, હસમુખભાઈ ચોહાણ,હિતેશમેવાડા, હિતેશ બારોટ,અને બનાસ બ્લડ બેન્કના અશ્વિનભાઈ પટેલ તેમજ તેમનો સ્ટાફ હાજરી આપી હતી.