જુનાડીસા ગામ માં અવારનવાર ભયંકર અકસ્માતો થતાં જ રહે છે ત્યારે બપોરના સુમારે અજાણ્યા ડાલ કે પલ્સર બાઈક સવારને ટક્કર મારી હતી જ્યારે બાઈક સવાર રોડ ઉપર પટકાતા ગંભીર ઈજાઓ થવા પામી હતી જ્યારે મુકેશ ભાઈ મગતાજી ઠાકોર ને ટક્કર મારી ડાગલા નું ચાલક ફરાર થઇ જવામાં સફળ રહ્યો હતો જ્યારે સ્થાનિક લોકો દ્વારા 108ને જાણ કરવામાં આવી હતી જ્યારે 108 ઘટનાસ્થળે આવી એને ઈજાગ્રસ્તને સારવાર માટે ડીસા સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યારે સારવાર દરમિયાન જ મુકેશ મગતાજી ઠાકોર નું કરૂણ મોત નીપજ્યું હતું જ્યારે ઉલ્લેખનીય છે કે અહીંયા અવાર નવાર અકસ્માતો થતા રહે છે પરંતુ પીડબલ્યુડી ખાતાના અધિકારીઓ નું પેટનું પાણી પણ હલતું નથી જ્યારે કોઈ પોતાનો મોભી પુત્ર ગુમાવે છે
તો કોઈ પોતાનો ભાઈ શું હા અકસ્માતોની વણઝાર આમ જ ચાલતી રહેશે કે પછી રોડ ખાતાના અધિકારીઓ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવશે એતો ચર્ચાનો વિષય છે જ્યારે અહીં વળાંક બહુ ગોજારો છે જ્યારે એક જ મહિનામાં આ બીજો બનાવ છે તો કંઈ અકસ્માતો અટકે એવા નક્કર પગલા કંઈક કરવામાં આવે એવી જુનાડીસ ના રહીસો ની જ માંગ ઉઠવા પામી છે જ્યારે ડીસા તાલુકા પોલીસ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ત્યારે આ બનાવની ખબર વાયુવેગે પસરતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટયા હતા,,,