દીવાલી વેકેશન માં લોકો પોતાનો કામધંધો બંધ રાખી વેકેશન ની મજા માનતા હોઈ છે. ત્યારે આજે લાભપાંચમના શુભ દિવસમાં લોકો પોતના રોજગાર ધંધાનુ મુહર્ત કરતા હોઈ છે ત્યારે અમીરગઢના ઈકબાલગઢમાં આવેલ ગંજ બજાર પાંચ દિવસના વેકેશન બાદ આજે લાભપાંચમના શુભ મુહર્તમાં વેપારીઓએ વહેલી સવારથી પોતની પેઠીઓ પર આવી નવાવર્ષના પ્રથમ દિવસે પોતની પેઠી ખોલી અને વજન કાંટાની પૂજા અર્ચના કરી હતી.
અને ખેડૂતોનો માલ ખરીદવાનું ચાલુ કર્યું હતુ. આજના દિવસે ઇકબાલગઢ ગંજ બજારમાં ખેડૂતોની અવર જવર થતા ગંજ રાબેતા મુજબ ચાલુ થયું હોત તેવું લાગતું હતું.