સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી આમ આદમી પાર્ટી સક્રીય બની છે અને અનેક લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે આમ આદમી પાર્ટી ગુજરાતમાં બીજો વિકલ્પ તરીકે લોકો માની રહ્યા છે તાજેતરમાં પત્રકાર ઈશુદાનભાઈ ગઢવી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. લોકોમાં આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે બનાસકાંઠા જિલ્લામાં આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી સંગથન મંત્રી રમેશભાઈ નાભાણી ડો રમેશભાઈ પટેલ તથા હોદેદારો દ્વારા જિલ્લામાં અનેક શહેરોમાં અને ગ્રામિણ વિસ્તારમાં ફરીને કાર્યકર્તાઓ ને જોડીને આમ આદમી પાર્ટીને મજબુત બનાવી રહ્યા છે ત્યારે આજે ડીસા એકસલિનશી હોટલ ખાતે કાર્યકર્તા જોડો અભિયાન અંતર્ગત કાર્યકમ યોજાયો હતો
જેમાં 50 થી વધું લોકો આમ આદમી પાર્ટીનો ખેસ ટોપી ધારણ કરી દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલજીના હાથ મજબૂત કરવા માટે પાર્ટીમાં જોડાયાં હતાં આજે યોજાયેલ કાર્યક્રમમાં નિવુત પોલીસ કર્મચારી તથા નગરપાલિકાના નિવુત કર્મચારી રાજુભાઈ મોદી પણ આજે આમ આદમી પાર્ટીમાં જોડાયાં હતાં ડીસા શહેરમાં આજે યોજાયેલી બેઠકમાં 50 કાર્યકર્તા આમ આદમી પાર્ટીમાં જોડાતા આમ આદમી પાર્ટી વધું મજબુત બનવા તરફ આગળ વધી રહી છે યુવા સંગઠન વઘુ મજબૂત બનતાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી સંગથન મંત્રી રમેશભાઈ નાભાણી ડો રમેશભાઈ પટેલ ડીસા શહેર પ્રમુખ સુભાષભાઈ ઠક્કર ઉપપ્રમુખ મુકેશભાઈ પરમાર સહીતના હોદેદારો અને કાર્યકર્તાઓને મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા….