ગુજરાતમાં ચરસ ગાંજાની હેરાફેરી રોકેટ ગતિએ વધી રહી છે. પોલીસ લાખો કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપી રહી છે. છતાં ગુજરાતમાં ડ્રગ્સ સપ્લાયરો કોઈને કોઈ પ્રકારે ડ્રગ પહોંચાડી રહ્યા છે. ડ્રગના રવાડે યુવાધન બરબાદ હાઈ રહ્યું છે, ત્યારે અમીરપૂરમાં ઘાના દેશની એક મહિલા 4 કરોડ જેટલી રકમના ડ્રગ્સ સાથે ઝડપાઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, દિવાળીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ મોટી કાર્યવાહી કરી છે. બનાસકાંઠા (Banaskantha) જીલ્લાની એલસીબી, એસઓજી તથા અમીરગઢ પોલીસને ડ્રગ્સની હેરફેરી (Drug Smuggling) બાબતે બાતમી મળી હતી. બાતમીને આધારે એલસીબી, એસઓજી તથા અમીરગઢ પોલીસ (Banaskantha Police) દ્વારા સંયુક્ત રીતે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. મોડી રાતે શરૂ કરેલા સર્ચ ઓપરેશનમાં ગાડીઓના ચેકીંગ દરમિયાન એક મહિલાની શંકાસ્પદ હરકતોને લઈ પોલીસે આ મહિલાની તપાસ કરતાં મહિલા પાસેથી 4 કરોડ જેટલી રકમનું ડ્રગ્સ મળી આવ્યું હતું.
જે મહિલા પાસેથી ડ્રગ્સ મળી આવ્યું છે તે મહિલા ઘાના દેશની નાગરિક છે. સંયુક્ત રીતે હાથ ધરાયેલા ઓપરેશનમાં વિદેશી મહિલા પાસેથી ડ્રગ્સ મળી આવતા મહિલા સામે NDPS એક્ટ મુજબનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.