ડીસા ના ભણસાલી હોસ્પિટલના સ્ટાફ ક્વાર્ટરમાં આજ થી 7 દિવસ અગાઉ એક પરણીત મહિલાની લાશ મળી હતી જે અંગે પોલીસે તપાસ કરતા મહિલાને તેનો પતિ દહેજ પેટે બે લાખ રૂપિયા ની માંગણી કરી ત્રાસ આપતો હતો… જેથી કંટાળી મહિલાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું સામે આવતા પોલીસે મૃતક મહિલાના પતિ અને સસરા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છેબનાસકાંઠા જિલ્લાના નવાવાસ ખીમાંણા વાસ ખાતે રહેતા કંકુબેન કુંભાભાઇ વેણ(ચમાર) ની દીકરી પાયલ બેન ના લગ્ન મૂળ ખીમાંણા વાસ તા વાવ અને હાલ ડીસા ની ભણસાલી હોસ્પિટલ સ્ટાફ ક્વાર્ટર માં રહેતાકિરણ કેશાભાઇ મકવાણા સાથે થયા હતા કિરણ હાલ ભણસાલી હોસ્પિટલમાં નોકરી કરતો હતો શરૂઆતમાં સારું રાખ્યા બાદ છેલ્લા ઘણા સમયથી હેરાન પરેશાન કરી મારઝૂડ કરી ગાડી લાવી છે
તો તું તારા બાપના ઘરેથી બે લાખ રૂપિયા લઇ આવ તેવી માંગણી કરતો હતો જો કે મહિલાએ તેના પિતા પાસે આટલી મોટી રકમ ન હોવાનું જણાવતાં અવારનવાર તેને મારઝૂડ કરતો હતો જેથી આ ત્રાસથી અને દહેજની માંગણીથી કંટાળીને પાયલબેને બુધવારની મોડી સાંજે શહેરના ભણસાલી હોસ્પિટલના સ્ટાફ ક્વાર્ટર ના રૂમમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી જોકે તે દરમિયાન આ મહિલાની કોઈ અજાણ્યા શખ્સો એ હત્યા કરી હોવાની અફવા ફેલાઈ હતી પરંતુ આ બનાવની જાણ દક્ષિણ પોલીસને થતા પી આઈ વાય એમ મિશ્રા સહિત પોલીસ ની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને યોગ્ય તપાસ શરૂ કરતાં પતિ સસરા ના ત્રાસના લીધે આ મહિલાએ આત્મહત્યા કરી હોવાનું માલુમ પડતા મૃતક મહિલાની માતાની ફરિયાદના આધારે દક્ષિણ પોલીસે આરોપી પતિ કિરણ કેશા ભાઈ મકવાણા અને સસરા કેશાભાઈ જીવાભાઈ મકવાણા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે