વડગામ તાલુકાના કરનાળા ગ્રુપગ્રામ પંચાયત મા આવતા હોતાવાડા ગામમાં આવેલ ગૌચરમાં છેલ્લા પંદર વર્ષથી મોટા પાયે દબાણો કરીને વાવેતર કરાતું હતું. જે બાબતે ગામના જ એક અરજદાર દ્વારા દબાણો દૂર કરવા ગ્રામપંચાયતથી લઈને તાલુકા પંચાયત તથા મુખ્યમંત્રી સુધી રજુઆતો થતા આખરે તંત્ર દ્વારા દબાણો દૂર કરવાની ફરજ પડી હતી. કરનાળા ગ્રુપ ગ્રામપંચાયતમાં આવતા હોતાવાડા ગામમાં બાબુભાઇ રાવળ તેમજ પંચાયતના મહિલા સદસ્યના પતિ હરિભાઈ મોતીભાઈ રાવળ દ્વારા ગૌચરમાં દબાણો કરીને વાવેતર કરાઈ રહ્યું હતું. ગામમાં છેલ્લા પંદર વર્ષથી દબાણો કરાતા ગામના જ અરજદાર દલાભાઈ ચેલાભાઈ પરમાર ગૌચરમાં થયેલા દબાણો દૂર કરવા સ્થાનિક ગ્રામપંચાયત તથા તાલુકા પંચાયત તથા મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી હતી. રજુઆતો કર્યા બાદ તાલુકાના સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા દબાણો દૂર કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં નીડર અને બાહોશ એવા વડગામ તાલુકા વિકાસ અધિકારી એ.એચ.પરમાર જેમણે પંદર વર્ષથી દૂર ન થઈ રહેલા દબાણો પોતાની અધ્યક્ષતામાં રહી દૂર કરાવ્યા હતા અને એમના સહયોગી સર્કલ મફાજી રાજપૂત, કરનાળા સરપંચ નાથુભાઈ પટેલ, તલાટી હરેશભાઇ ધૂળિયા સહિત ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરાયા હતા.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -