વડગામ તાલુકા પંથકમાં બિમારીમાં સપડાયા ગરીબ દર્દીઓ તાવ. શરદી. ખાંસી. પેટમાં દુખાવો થવો જેવા રોગોથી પીડાઈ રહ્યા છે ત્યારે તાલુકાની ખાનગી લેબોરેટરી જોડેથી મળતી માહિતી મુજબ લેબોરેટરીમાં રોજના 25 થી 30 દર્દીઓ આવેછે અને તેમાંથી મહિનામાં 15 થી 20 કેસ ડેન્ગ્યુના લક્ષણો વાળા કેસો જોવા મળ્યાં છે અગાઉ થોડા દિવસ પહેલાં છાપી માં બે અને હોતાવાડામાં એક પાંચ વર્ષની બાળકી ને શંકાસ્પદ ડેન્ગ્યુ થયો હતો ત્યારે કિશોરનો રિપોર્ટ પોઝીટીવ આવતા તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.છતાં વડગામ બ્લોક હેલ્થ કચેરીના અધિકારીઓ વડગામ તાલુકામાં ડેન્ગ્યુ સર્વે કરવાનુ અને આ અંગે તપાસ કરવાની જગ્યાએ ઘોર નીંદરામા પોઢી રહ્યાં છે.વડગામ તાલુકામના મોટા ભાગના ગામોમાં ગંદકીના ઢગલા ખડકેલા છે જેના લીધે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે તેમ છતાં વડગામ આરોગ્ય તંત્ર મૌન કેમ છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -