એસઆઇસી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ છેલ્લા ત્રણ મહિનાથી મહિલા સિક્યુરિટી ગાર્ડની છેડતી કરી જબરજસ્તીથી ખેંચીને કિસ કરતા હોવાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધવામાં આવી છે. મહિલાના જણાવ્યા મુજબ જે તે સમયે આ અંગે હોસ્પિટલ કમિટિમાં લેખિતમાં ફરિયાદ પણ કરાઇ હતી. શનિવારે સવારે અચાનક પીડિત બે ગાર્ડને કામ પરથી છુટા કરી દેતા તેમણે પરિવાર સાથે ડોક્ટરની કેબિનમાં હોબાળો મચાવી તેમને ચપ્પલ મારી વિરોધ કર્યો હતો. બબાલ વધતા તેઓને બહાર કઢાતા આ અંગે પોલીસને જાણ કરાઇ હતી. જીઆઇડીસી પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને બંને પક્ષને પોલીસ મથકે લઇ જતા ફરિયાદ નોંધાવાઇ હતી. જ્યારે આ કેસમાં સુપ્રિટેન્ડેન્ટ અનિલ સહરે પણ મોડી સાંજ સુધી બંને મહિલાઓ સામે ફરિયાદ નોંધવા બેસી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે બે ગાર્ડને અચાનક છુટા કરી દેવામાં આવતા તેમણે ડોક્ટરની ક્બીનમાં હોબાળો મચાવ્યો હતો. અને ચપ્પલ મારી વિરોધ પ્રદર્શન કર્યો હતો.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -